Sunday, 6 May 2018

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના હેઠળ જીલ્લામાં ભરતી મેળા માટે આમત્રણ.8th semester& [2016 & 2017 passed out]

 રાજ્ય સરકાર ધ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત, રાજ્યમાં છેલ્લા ૩ વર્ષમાં પાસ થયેલ સ્નાતક, ડીપ્લોમાં તેમજ  ડિપ્લોમાંથી નીચેની પદવી ધરાવનાર ઉમેદવારોને એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ આવરી લેવાના થાય છે. કેમ્પનું આયોજન માટે ઉત્તર ગુજરાત ઝોન કે જેમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી (પાટણ) માટે સરકારી ઈજનેરી કોલેજ ભુજ ખાતે તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સ્નાતક, ટેકનીકલ સ્નાતક તેમજ ડીપ્લોમાં ધારકો માટે કેમ્પનું આયોજન કરેલ છે.
           કચ્છના તમામ ઔધૌગિક એકમો તેમની જગ્યા સાથે પ્રતિનિધિની હાજરીમાં તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ ભુજ , સિવિલ ઈજનેરી વિભાગ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે હાજર રહેશે.
તો સરકારી ઈજનેરી કોલેજના અંતીમ વર્ષમાં (સેમેસ્ટર-૮) અભ્યાસ કરતા [૨૦૧૮ માં પાસ-આઉટ થનારા] અને આગલા બે વર્ષના પાસ-આઉટ એટલે કે ૨૦૧૬ અને ૨૦૧૭ પાસ-આઉટ  વિધ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ લેવા તા.૧૪/૦૫/૨૦૧૮ ના રોજ સરકારી ઈજનેરી કોલેજ- ભુજ સિવિલ ઈજનેરી વિભાગ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે હાજર રહેવા અને આ યોજના નો મહત્તમ લાભ લેવા આથી જણાવામાં આવે છે.
પ્રોગ્રામ નું સ્થળ:  સરકારી ઈજનેરી કોલેજ- ભુજ [સિવિલ ઈજનેરી વિભાગ]
પ્રોગ્રામ ની તારીખ:  ૧૪/૦૫/૨૦૧૮
પ્રોગ્રામ નો સમય: ૧૦:૦૦ કલાકથી શરુ.
(8th semester) and previous 2 years passed out students [2016 & 2017 passed out]