Thursday 6 April 2017

ઓરીએન્ટેશન પોગ્રામ : રોજગાર અને તાલીમ_All Semester


Registration Link _Mechanical - Open Up to  07/04/2017 3:00 pm

નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી,ગાંધીનગરનાતાબા હેઠળની જીલ્લા રોજગાર વિનિમય કચેરી,ગાંધીનગર દ્વારા જીલ્લાના યુવાધનને રાજ્ય સરકારની ભરતી અંગેની જાણકારી/ભરતી માટે લેવાનાર પરીક્ષાઓની પદ્ધતિ અંગે માર્ગદર્શન, નેશનલ કેરિયર સર્વિસ (NCS)માં નોંધણી કરાવી યુવક-યુવતીઓને તેમની કારકિર્દી માટે સહાયભૂત થવું, સ્વામી વિવેકાનંદ સંરક્ષણ નિવાસી તાલીમ અંગે માહિતગાર કરવા તેમજ રોજગાર વિભાગના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તમામ પ્રકારનું માર્ગદર્શન આપી તેમને જાગૃત કરવાના હેતુસર પાટણ જીલ્લામાં એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના સ્થળ પર સ્વ-ખર્ચે કાર્યક્રમ શરૂ થતા પહેલા પોતાની માહિતી જેમ કે નામ,સરનામું,શૈક્ષણિક લાયકાત ,ફોન નંબર,-મેઈલ આઈ.ડી. જેવી વિગતો સાથે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે . કાર્યક્રમમાં સ્પીપાનાવિવિધ માસ્ટર તજજ્ઞોતથા કેરિયર કાઉન્સેલર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લે, તે બાબતે જાગૃત થાય તથા તેને અનુરૂપ માર્ગદર્શન મેળવે તે આશય છે .

તાલીમ કાર્યક્રમનું સ્થળ :ગાંધી સ્મૃતિ હોલ, રાજ મહેલ રોડ, પાટણ.
કાર્યક્રમનો સમય૦૯:0 કલાક

કાર્યક્રમની તારીખ૧૦/૦૪/૨૦૧૭